Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સત્યમ શર્માની ક્રાઇમ બ્રાન્ચે કરી રાજસ્થાનથી કરી ધરપકડ

અમદાવાદ શહેરના સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો.

અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સત્યમ શર્માની ક્રાઇમ બ્રાન્ચે કરી રાજસ્થાનથી કરી ધરપકડ
X

અમદાવાદ શહેરના સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. આ ઘટનામાં કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા એક દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. આ હિટ એન્ડ રન કેસમાં આખરે આરોપી સત્યમ શર્મા પોલીસના હાથ લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનથી તેની અટકાયત કરાઇ છે. જ્યારે પોલીસ આરોપીને રાજસ્થાનથી લઈને આવવા અમદાવાદ આવવા નીકળી છે.આ ઘટનામાં કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા એક દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. જ્યારે કારની આગળની તરફનો કુરચો બોલી ગયો હતો. કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ ઘટનાના આધારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસએ એમ બે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી હતી. ડ્રિંક એન્ડ ડ્રાઈવની છાશવારે ઘટના બનતી હોય છે. જેની સામે પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ તેમ છતાં નશામાં છાકટાં થયેલા નબીરાઓ બેફામ રીતે કાર ચલાવતા હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં બીએમડબલ્યુ કાર ચાલકે એક દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટના બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યાં એકઠા થયેલા લોકોને કારમાંથી દારુની બોટલ મળી આવી હતી. ત્યારબાદ એ નબીરો ઘટના સ્થળથી કાર હંકારીને દોઢ કિલોમીટર દૂર કોઈ અવાવરુ જગ્યાએ મુકી આવ્યો હતો. જે કાર પોલીસે કબજે લીધી હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસના એસીપી અશોક રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, કાર ચાલક અકસ્માત કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે જાગૃત લોકોએ તેનો પીછો કર્યો હતો. જેથી કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી એક દારુની બોટલ મળી આવી હતી. જેનો અલગથી ગુનો નોંધી તપાસ કરવામાં આવશે. જ્યારે આ ઘટના મામલે આઈપીસી 279, 337, 338, એમવી 177, 184 અને 134બી મુજબ ગુનો નોંધી તપાસ શરુ કરાઇ હતી. તપાસમાં દરેક જંકશન પરથી સીસીટીવી મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી.

Next Story