અમદાવાદ: UK મોકલવા લોકોને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીની ધરપકડ

આરોપીઓ વિદ્યાર્થીઓને ધોરણ 12ની માર્કશીટમાં ચેડા કરી બોગસ માર્કશીટના આધારે UKમાં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા

અમદાવાદ: UK મોકલવા લોકોને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીની ધરપકડ
New Update

રાજ્યમાંથી વિદેશ જવા લોકો અવનવા નુસખા અપનાવે છે અને ત્યારે કૌભાંડીઓ આવા લોકોનો લાભ ઉઠાવે છે ત્યારે અમદાવાદમાં વિદેશમાં મોકલવા માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને 31 જેટલી ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરી છે.અમદાવાદ એલિસબ્રિજ પોલીસે આ ઘટનામાં પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોર છે.

જે ડુપ્લીકેટ માર્કશીટના આધારે અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલી ચુક્યા છે. હાલમાં પણ અનેક વિદેશી વાંછુંકોને મોકલવા અનેક લોકો પાસેથી પૈસા લઈ ચૂક્યા છે.આરોપીઓ વિદ્યાર્થીઓને ધોરણ 12ની માર્કશીટમાં ચેડા કરી બોગસ માર્કશીટના આધારે UKમાં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 31 થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે. આ માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે.

મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી હતી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ છે. આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો. 56 માર્કસના 76 કે 86 કરતો હોવાનો ખુલાસો થયો છે અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UKની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો

#Connect Gujarat #Ahmedabad #Gujarat Police #Student Visa #Ahmedabadpolice #duplicate mark sheets #ડુપ્લિકેટ માર્કશીટ #Study In UK
Here are a few more articles:
Read the Next Article