અમદાવાદ: ભાજપના મુરતિયાઓ માટે પસંદગીની પ્રક્રિયા શરૂ, નિરીક્ષકોએ ઉમેદવારો માટે સેન્સ લીધી

દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.

અમદાવાદ: ભાજપના મુરતિયાઓ માટે પસંદગીની પ્રક્રિયા શરૂ, નિરીક્ષકોએ ઉમેદવારો માટે સેન્સ લીધી
New Update

દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ ભાજપ હવે ફૂલ ફ્લેજમાં ચૂંટણી મોડમાં આવી ગયું છે. અમદાવાદ સહિત વિવિધ જિલ્લા અને મહાનગરોમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત કરવામાં આવી હતી

દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજથી ભાજપના નિરીક્ષકો જિલ્લા અને મહાનગર કક્ષાએ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીમાં 182 બેઠકો પર ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બે સ્થળે 12 નિરીક્ષકો આજે દિવસ દરમ્યાન 8 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે. આજે ઓસવાલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં અસારવા અને નરોડા બેઠક જયારે બપોર બાદ બીજા તબક્કામાં દરિયાપુર અને દાણીલીમડા બેઠક માટે સેન્સ લેવામાં આવશે.

તો સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ આર કે રોયલ હૉલ ખાતે વેજલપુર , ઘાટલોડિયા , સાબરમતી , નારણપુરા બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે . વિધાનસભા બેઠક મુજબ દાવેદારો અને સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે ચર્ચા કરશે. બેઠક મુજબ નો રીપોર્ટ તૈયાર કરી પ્રદેશ મોવડીમંડળ ને સોંપવામાં આવશે. બેઠક દીઠ 3 નામની પેનલ નક્કી કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ મુકવામાં આવશે. ત્યાંથી ઉમેદવારો અંગે હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે.આજે સવારથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો નિરીક્ષકો સામે પોતાની રજૂઆત કરી રહ્યા છે અને પોતે કેમ ચુંટણી લડવા માંગે છે તે બાબતે પોતાની યોગ્યતા આપી રહ્યા છે વર્તમાન ધારાસભ્ય હોય કે સરકારના મંત્રી દરેકે પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવું પડે છે ભાજપમાં વર્ષોથી આ સિસ્ટમ રહેલી છે દરેક નાનામાં નાનો કાર્યકર હોય કે મોટા હોદેદાર દરેક દાવેદારે પોતાની રજૂઆત કરવી પડે છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #BJP #candidates #Selection #sense
Here are a few more articles:
Read the Next Article