Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ફલાવર શો માટે તડામાર તૈયારીઓ, ફુલોના પણ લેવાયા કવોરન્ટાઇન સર્ટી

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાનારા ફલાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

X

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાનારા ફલાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફલાવર શોમાં 7 લાખથી વધારે ફુલ અને છોડ પ્રદર્શન માટે રાખવામાં આવશે અને ખાસ વાત એ છે કે, વિદેશથી મંગાવેલા ફુલ અને છોડના કવોરન્ટાઇન સર્ટીફીકેટ પણ લેવાયાં છે.

અમદાવાદમાં ફ્લાવર શોની લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. તારીખ 8 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ શોમાં 7 લાખ જેટલા ફુલ અને છોડ જોવા મળશે. આફ્રિકા, જાપાન તેમજ અન્ય દેશોમાંથી ફુલ અને છોડ મંગાવવામાં આવી રહયાં છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા ફૂલ-છોડ માટે ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ પણ લેવામાં આવી રહ્યું છે. અંદાજે અઢી કરોડના ખર્ચે 9મા ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ યુરોપ, અમેરિકા, જાપાનથી આવેલા પ્લાન્ટ્સ માટે ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ લેવું પડે છે. હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફલાવર શોના આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story