અમદાવાદ : સિમ સ્વેપિંગ કરી રૂ. 1.19 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ...

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે,

New Update
અમદાવાદ : સિમ સ્વેપિંગ કરી રૂ. 1.19 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ...

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સિમ સ્વેપિંગ કરી રૂ.1.19 કરોડની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાંથી વધુ એક સ્વિમ સ્વેપ ફ્રોડની ઘટના સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સિમ સ્વેપિંગ મામલે મોટી સફળતા મળી છે. જેમાં સિમ સ્વેપિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજોએ સિમ સ્વેપ કરીને 1.19 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી, ત્યારે આખરે સાયબર ક્રાઇમ પોલીસે સિમ સ્વેપ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ભેજાબાજો ડમી સિમ કાર્ડ એક્ટિવ કરીને આરોપીના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેમાં નાઇઝીરિયન ગેંગ પણ શામિલ હોય તેવી સાયબર ક્રાઇમે શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે હાલ તો સાયબર ક્રાઇમે આ ગુના આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસ રિમાન્ડ મેળવી આ કાંડમાં સંડોવાયેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.