Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:વી.એસ.હોસ્પિટલમાં સ્લેબ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થયો હતો

X

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થયો હતો. સ્લેબ પડવાની ઘટનામાં સબનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આવેલી પેન્ટ્રી રૂમમાં એકાએક ધડાકાભેર સ્લેબ ધરાશાયી થયો હતો. છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં રહેલા વિભાગના પેન્ટ્રી રૂમમાં આ રીતે લેબ પડતાં દોડધામ બચી ગઈ હતી, જોકે સદનસીબે એન્ટ્રી રૂમમાં કોઈ પણ સ્ટાફ હાજર હતો નહીં જેથી મોટી જાનહાનિ ટળી છે.

વીએસ હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલનો દરેક વિભાગ અને બિલ્ડિંગમાં પોપડા ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિમાં છે. જૂની વીએસ હોસ્પિટલ હાલમાં કાર્યરત છે, જેમાં ગાયનેક, ઓર્થોપેડિક સહિતના 10થી વધુ વિભાગો ચાલે છે અને તેમાં ઓપરેશન પણ થાય છે. ત્યારે આવી જર્જરિત હાલતમાં રહેલી હોસ્પિટલમાં આવી સ્લેબ પડવાની દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે. જૂની વીએસ હોસ્પિટલને નવી બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલને પાડી અને નવી બનાવવાનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને નિર્ણય પેન્ડિંગ છે.

Next Story