Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગ્રાહકોના દસ્તાવેજો મેળવી 222 બોગસ સિમ કાર્ડ ખરીદનાર 3 શખ્સોની SOGએ કરી ધરપકડ...

કેટલાક લોકોએ એક જ વ્યક્તિના ફોટા અપલોડ કરાવી સંખ્યાબંધ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી

અમદાવાદ : ગ્રાહકોના દસ્તાવેજો મેળવી 222 બોગસ સિમ કાર્ડ ખરીદનાર 3 શખ્સોની SOGએ કરી ધરપકડ...
X

અમદાવાદ શહેરના આસ્ટોડિયા અને નવરંગપુરામાં આવેલી એરટેલની ઓફીસમાં આવતા ગ્રાહકોના દસ્તાવેજો મેળવી લઈ તેમના સ્થાને અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી સિમ કાર્ડ ખરીદનાર 3 લોકોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરતા બોગસ રીતે 222 સિમ કાર્ડ ખરીદ્યાનું સામે આવતા એસઓજીની ટીમે ત્રણેય આરોપીની સઘન પૂછપરછ આદરી છે. આ અંગે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીને ફરિયાદો મળતા તેમની ટીમ હાલ જુદા જુદા શહેરોમાં તપાસ કરી રહી છે.

ગુજરાત એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી તપાસ માટે એસઓજી ખાતે આવ્યા હતા. જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સિમ કાર્ડ વેચાણ કરતા POSની માહિતી માંગવામાં આવી હતી. જેમાં POS દ્વારા અલગ અલગ વ્યક્તિના નામે સીમ કાર્ડ એક્ટિવ કરવા ગ્રાહકોની વિગતો ભરી ઓનલાઇન અપલોડ કરવાની હોય છે. જેમાં કેટલાક લોકોએ એક જ વ્યક્તિના ફોટા અપલોડ કરાવી સંખ્યાબંધ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ માહિતીને ધ્યાનમાં રાખીને એસઓજીની ટીમ બોગસ સીમ કાર્ડ વેચતા લોકોને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી શહેરમાં અનેક સ્થળે દરોડા પાડી રહી છે,

ત્યારે એસઓજીની ટીમે ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે આસ્ટોડિયામાં રહેતા અમન રશીદ બીયાવરવાળા અને શાહ આલમમાં ખાન પ્લાઝામાં એરટેલ કંપનીના સ્ટોરનું સંચાલક કરી એરટેલ કંપની તરફથી સીમ કાર્ડ એક્ટિવ કરવાનું કામ 2019થી જુન 2021 સુધી સિમ કાર્ડ માટે આવતા ગ્રાહકોને ફોટો આઈડી પ્રૂફ મેળવી લીધા હતા. આ પ્રૂફના આધારે ગ્રાહકોની જાણ બહાર તેમના પ્રૂફનો ઉપયોગ કરીને તેમના ફોટાની જગ્યાએ પોતાનો ફોટો અપલોડ કરી પીઓએસ એજન્ટ હોવાથી કંપનીમાંથી વેરિફિકેશન કરાવી લેતા હતા. ત્યાર બાદ આ એક્ટિવ સિમ કાર્ડ બારોબાર વેચી મારતા હતા.

તપાસ દરમિયાન અમન પાસેથી 136 સિમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તેની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી, જ્યારે સીજી રોડ પર આવેલી આવેલા એમર્લડ કોમ્પ્લેક્સની દુકાનમાં પણ બોગસ સીમ કાર્ડનો વેપાર થતો હોવાની માહિતીના આધારે પોસલી પહોંચી હતી. પોલીસને સીજી રોડ પરની ઓફિસ પર દરોડો પાડી સેટેલાઈટ કોમ્પ્લેક્સમાં રહેતા જયમીન ઘનશ્યામ પરમારની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, જયમીનની સીજી રોડ પરની ઓફિસમાં એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ વેચાણ માટે તેમના ત્યાં નોકરી કરતા કર્મચારીઓ જાણ બહાર તેમના નામના ફોટો આઈડી પ્રુફનો ઉપયોગ કરીને સિમ કાર્ડ એજન્ટ મારફતે અન્સારી મોબાઈલ, ખાન મોબાઈલ, ફૈઝાન મોબાઈલ, ફિરોઝ મોબાઈલ આર્યન મોબાઈલ, હર્શિલ મોબાઈલ, ગણેશ કોમ્યુનિકેશન, હરિકૃષ્ણ એન્ટરપ્રાઈઝ, શ્રીજી બાલાજી અને શેર મોબાઈલ નામના પીઓએસના નામનો ઉપયોગ કરતા હતા. ઓનલાઇન કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ગ્રાહકોના ફોટોની જગ્યાએ જમયીન તેમના ત્યાં નોકરી કરતા બહેનનો ફોટો અપલોડ કરી કંપનીમાં વેરિફિકેશન કરાવી સિમ કાર્ડ મેળવી લેતા હતા. પોલીસે જયમીન અને ફૈઝાન પાસેથી 86 બોગસ સીમ કાર્ડ જપ્ત કરી ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

Next Story