અમદાવાદ: ફરીએકવાર ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર,ડ્રગ્સના જથ્થા સહિત રૂ.11 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
મહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે.
અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે