અમદાવાદ: SOGએ વિદેશ ઉડાન ભરે એ પૂર્વે 5 યુવાનોની કરી અટકાયત,પાસપોર્ટમાં ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું

એસઓજીએ એરપોર્ટ પરથી દેશની બહાર વિદેશ જવા માંગતા 5 યુવકોની ધરપકડ કરી છે. આ તમામ યુવકોના પાસપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા હતા.

New Update
અમદાવાદ: SOGએ વિદેશ ઉડાન ભરે એ પૂર્વે 5 યુવાનોની કરી અટકાયત,પાસપોર્ટમાં ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું

અમદાવાદ એસઓજીએ એરપોર્ટ પરથી દેશની બહાર વિદેશ જવા માંગતા 5 યુવકોની ધરપકડ કરી છે.આ તમામ યુવકોના પાસપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા હતા અને હરિયાણાથી અમદાવાદ મોકલી તેમને અમેરિકા મોકલવાના હતા પણ આ ઈસમો અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરે તે પહેલા તેમની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યના સૌથી મોટા અમદાવાદ એરપોર્ટથી પ્રતિ દિવસ હજારો લોકો વિદેશ જવા ઉડાન ભરે છે ત્યારે આ એરપોર્ટ પર ઈમિગ્રેશન પણ સઘન કરવામાં આવ્યું છે ત્યારે આજે એરપોર્ટ પર 5 યુવકો શંકાસ્પદ જણાતા ઇમિગ્રેશન વિભાગે તેમને અટકાવ્યા હતા અને પાસપોર્ટ ચેક કરતા તેમાં ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું હતું આ બાદ એસ.ઓ.જી.ને જાણ કરવામાં આવતા પોલીસે અકારી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ તમામ યુવકો હરિયાણાના વતની છે અને બલી નામના એજન્ટ દ્વારા તેઓ વિદેશ જઇ રહ્યા હતા.પોલીસના કહેવા મુજબ એજન્ટ બલિએ યુવકો પાસેથી 6 થી 7 લાખ રૂપિયા લીધા છે.યુવકોને અમેરિકા મોકલતા પહેલા અલગ અલગ દેશમાં વિઝિટર વિઝા પર મોકલનાર હતા પણ પાસપોર્ટમાં ફાટેલા પાના જોઈ યુવક ઝડપાઈ ગયા હતા.પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે તો એજન્ટ બલીને શોધવા પણ કવાયત હાથ ધરી છે

Latest Stories