અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતાં 2 ઈસમોની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં દારૂ અને ડ્રગ્સ સાથે હવે નશાકારક દવાઓનું સેવન પણ વધી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનું પ્રમાણ વધારે છે, ત્યારે આવી દવાઓના ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે.
એસઓજી પોલીસે સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમ અલી હાશ્મી નામના 2 ઇસમોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને એસઓજીએ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, કફ સીરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો. આ જથ્થો વટવા ચાર માળીયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો. પરંતુ કફ સિરપ વટવા પહોંચે તે પહેલા જ એસઓજી પોલીસની ટીમે દાણીલીમડા નજીકથી ઝડપી લીધા હતા. જોકે, આ ગુનાના 2 મુખ્ય માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.