/connect-gujarat/media/post_banners/d7bc0dc0655b77023277a297a93711a830a75918d35a57e8791b0113d5c91524.jpg)
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રાઠી પરિવારનો પુત્ર CAની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતાં આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી. પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી
મે મહિનામાં દેશભરમાં સીએની ફાઇનલ પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં 20 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.અમદાવાદમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉતીર્ણ પણ થયા હતા તેમાં નિકોલ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર રાઠીના પુત્ર દુર્ગેશ રાઠીએ પણ પરીક્ષા આપી હતી અને સી.એ.ની પરીક્ષા પાસ કરી હતી.આ આનંદને રાઠી પરિવારે આધ્યાત્મિક રીતે ઉજવ્યો હતો.પરિવાર દ્વારા નજીકમાં આવેલ રામજી મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કનેક્ટ ગુજરાતની વાતચીતમાં દુર્ગેશ રાઠીએ જણાવ્યુ હતું કે 4 વર્ષની મહેનત બાદ આ સફળતા મળી છે.પરિવારના સાથ અને સહકાર વગર આ સફળતા મલાવી મુશ્કેલ હતી
તો અહી સુંદરકાંડ કારવાનાર રોકડીયા બાપુએ જણાવ્યું કે આજે 15 મી ઓગસ્ટ છે દેશ માટે મોટો દિવસ છે ત્યારે વર્તમાન સમયમાં પુત્ર કોઈ સફળતા મેળવે તો પાર્ટીનું આયોજન કરવામાં આવે છે પરંતુ રાઠી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરી એક નવો જ અભિગમ દાખવવામાં આવ્યો છે