Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઈદ અને પરશુરામ જયંતિના પર્વ નિમિત્તે પોલીસે બનાવ્યો ખાસ પ્લાન,જુઓ કેવા ભરાશે પગલા

X

અમદાવાદમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના પર્વને ધ્યાને લઈ પોલીસ એકક્ષનમાં આવી ગઈ છે. શહેરમાં બન્ને પર્વ પર કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા તકેદારીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં પૂર્વે 2 થી વધુ શહેરોમાં કોમી હિંસાના બનાવો બન્યા હતા તેને લઇ રાજયભરની પોલીસ એલર્ટ થઇ છે ત્યારે અને પરશુરામ જયંતીના પર્વ પર અમદાવાદ પોલીસ એક્શનમોડમાં આવી છે..

શહેરભરમાં પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહયા છે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે અમે તહેવારને અનુલક્ષીને બધા પાસાનો અભ્યાસ કર્યો છે અમે બન્નેસમાજના આગેવાનો અને શાંતિ સમિતિના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે અને શાંતિ રાખવા અપીલ કરી છે.સમાજની બેઠક ઉપરાંત શહેરમાં 7 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે તો એડિશનલ સીપી ડીસીપી એસીપી અને પીઆઇની પણ ફોજ તૈનાત કરવામાં આવશે..

મહિલા પોલીસની 5 ટિમો અને રિઝર્વ એસઆરપીની કંપનીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે.ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે તો જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયાથી અફવા ફેલાવશે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહીની ચેતવણી પણ શહેર પોલીસ કમિશનરે આપી છે

Next Story