Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાના નવા વેરિયન્ટ "ઓમિક્રૉન"ને રોકવા રાજ્ય સરકાર સક્રિય, 11 દેશના લોકોએ કરાવવો પડશે RT-PCR

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને લઈને લોકોમાં ખૂબ જ ચિંતા ફેલાય રહી છે

X

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને લઈને લોકોમાં ખૂબ જ ચિંતા ફેલાય રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર પણ હવે એલર્ટ થઈ ગઈ છે. જ્યાં 11 દેશોમાંથી ગુજરાત આવતા નાગરિકોને પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવાના આદેશ અપાયા છે.

કોરોના સંક્રમણના નવા વેરિયન્ટ ઓમિક્રૉનના કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે. WHOએ પણ સમગ્ર દુનિયાને સાવચેતી રાખવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે, આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક છે, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. 11 જેટલા વિવિધ દેશોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં નાગરિકોને RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવા માટેના આદેશ અપાયા છે. ગુજરાતના કોઈપણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશ બહારથી આવતા લોકોએ RT-PCR રિપોર્ટ બતાવવો પડશે. દ.આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ચીન, યૂરોપ, UK, ન્યુઝિલેન્ડ, બ્રાઝિલ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સહિતના દેશના લોકોએ હવે ગુજરાત આવતા RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. જેથી કોરોના સંક્રમણના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને મહદઅંશે રોકવા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.

Next Story
Share it