/connect-gujarat/media/post_banners/ee8d10bb175b015b537acbc7ebbf8191a9073af40a131b1373bcaf4c36cb5eab.webp)
અમદાવાદના ગુરુકુળ રોડ પર નિર્માણ પામી રહેલ રાજયના સૌ પ્રથમ અત્યાધુનિક રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુરુકુલ રોડ પર નવી ટેક્નોલોજીવાળા રોડ બનાવવાની શરુઆત કરી છે. આ નવી ટેક્નોલોજીવાળા રસ્તાઓમાં પાણી ભરાશે નહીં, સાથે જ ડામર અને કોક્રિટના રસ્તાઓ કરતા ઓછી કિંમતમાં પણ બની જાય છે, ત્યારે ગુજરાતમાં પ્રથમ વાઇટ ટોપિંગ રોડ ગુરુકુલ રોડ પર બનાવવામાં આવી રહયો છે પરંતુ આ કામગીરી મંદ ગતિએ ચાલતા વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
આ રોડની લંબાઈ આશરે 1500 મીટર, પહોળાઈ 7.5 મીટર છે, જ્યારે અંદાજિત ખર્ચ નવ કરોડ રૂપિયા છે. વાઈટ ટોપિંગ રોડ ફાયદાકારક છે. તે રુટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે, જે સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે. જોકે માર્ગની કામગીરી સમયમર્યાદા કરતા મોડી ચાલતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે.