અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર મારુતિનંદન ભવન ખાતે ચિત્ર કલાકાર સીમા પટેલના પેંટીંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં સ્ત્રી શક્તિ કલાતમની વિવિધ રજૂઆતોને પેન્ટિંગના માધ્યમથી દર્શાવવામાં આવી છે.
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલ મારુતિનંદન ભવન ખાતે નારીત્વ પર ચિત્ર પ્રદર્શન મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શન તા. ૨૩મીથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. અમદાવાદમાં ફાઇન આર્ટસનો કોર્સ કરી સીમા પટેલે આધુનિક અને વ્યવસાયિક કલાકામ બનાવવાનું શરૂ કર્યું છે. સીમા પટેલએ અત્યાર સુધીમાં વિવિધ માધ્યમોમાં 100થી વધુ ચિત્રો બનાવ્યા છે. જેમાં ઓઈલ કલર, એક્રેલિક, પેસ્ટલ, પાણીનો રંગ, ગ્રેફાઇટ ચારકોલ, પોસ્ટર રંગ, સોફ્ટ પેસ્ટલ, કલર પેન્સિલ, ટેક્સચર પેઇન્ટ, કોફી પેઈન્ટ્સ વગેરે કલાનો સમાવેશ થાય છે. એક્રેલિક તેણીનું ફેવરિટ છે. સીમા પટેલે નારીત્વની રજુઆત સ્વરૂપના ચિત્રોનું પ્રદર્શન 23મી એપ્રિલે વિશ્વ સમક્ષ રજૂ કરશે. નારીત્વ થિમના પેંટીંગ અંગે વાત કરતા સીમા પટેલે જણાવ્યું હતું કે, મને અંગત રીતે લાગે છે કે, દરેક સ્ત્રી પોતાની યોગ્યતા સાબિત કરવા અને આ ક્રૂર વિશ્વમાં સ્વતંત્રતા અનુભવવા માટે મર્યાદાઓથી આગળ વધીને કંઈક કરી છૂટવા સક્ષમ છે. નારીત્વનું પ્રભુત્વ રજૂ કરવાનું લોકડાઉન દરમ્યાન વિચાર આવ્યો હતો. લોકડાઉનમાં જે શાંતિ અનુભવી તે અનુભૂતિ પરથી નારીત્વ પેંટીંગ બનાવવાની શરૂઆત કરી હતી. નિર્દોષતાના પાંજરામાંથી બહાર નીકળવા માટે તેણીને ફક્ત તેની આસપાસના વિસ્તારથી થોડુ દબાણ ઓછું કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, સીમા પટેલે ચાંપાનેર અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ હરીફાઈમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેઓએ કલાકો સુધી ચોક્કસ સ્થળે બેસીને લાઈવ પેઇન્ટિંગ કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં ક્ષિતિજ આર્ટ ફાઉન્ડેશન-હરિયાણા દ્વારા આયોજિત નેશનલ લેવલ પેઈન્ટીંગ હરીફાઈમાં તેણીને ગોલ્ડ અને સિલ્વર મેડલથી મેળવ્યો હતો.