અમદાવાદ : યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પરત ફર્યા, લાગણીસભર માહોલ સર્જાયો

યુક્રેન અને રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહયું છે તેવામાં યુક્રેનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને એરલીફટ કરાય રહયાં છે.

New Update
અમદાવાદ : યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પરત ફર્યા, લાગણીસભર માહોલ સર્જાયો

યુક્રેન અને રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહયું છે તેવામાં યુક્રેનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને એરલીફટ કરાય રહયાં છે. ગુજરાતના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓ હેમખેમ ઘરે પરત આવતાં વાલીઓએ હાશકારો લીધો છે...

ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાંથી વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે યુક્રેન તેમજ આસપાસ આવેલા દેશોમાં જાય છે. યુક્રેનની યુનિવર્સીટીઓમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થઇ રહયો છે પણ અચાનક યુક્રેનમાં સંજોગો બદલાયા છે. એક સમયે જયાં જન જીવન ધબકતું હતું ત્યાં હવે ગોળીબારી અને મિસાઇલમારો થઇ રહયો છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતાં ચાર દિવસમાં યુક્રેનમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. યુક્રેનમાં ફસાયેલાં ભારતીયો વતન પરત આવવા માટે ધમપછાડા કરી રહયાં છે. ભારત સરકારના પ્રયાસોથી બે વિશેષ વિમાનો યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને મુંબઇ અને દીલ્હી ખાતે લવાયાં છે. ગુજરાતી વિદ્યાર્થીઓની ધરવાપસી થતાં લાગણીસભર દ્વશ્યો જોવા મળ્યાં હતાં..

અમદાવાદના જીએમડીસી ઓડીટોરીયમ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપના અન્ય આગેવાનો હાજર રહયાં હતાં. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભારત સરકારના વખાણ કર્યા હતાં. અમદાવાદ ખાતે 25 છાત્રોનું આગમન થતાં તેમના વાલીઓ અને સ્વજનોની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડયાં હતાં. વતન પરત ફરેલાં વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ ગુજરાતની ટીમે વાત કરી હતી તેમના અનુભવો જાણ્યાં.

ગુજરાતની વાત કરવામાં આવે તો મુંબઈથી 51 વિધાર્થી અને દિલ્લીથી 27 વિદ્યાર્થીઓ ગુજરાત ખાતે પરત આવ્યાં છે. જે વિધાર્થીઓ હજી ત્યાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે ત્યાંની સરકાર સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે.

યુધ્ધગ્રસ્ત યુક્રેનથી પરત ફરેલાં વિદ્યાર્થીઓમાં એક છે વટવાની ઇલમા મન્સુરી... તે છેલ્લા 6 વર્ષથી યુક્રેનમાં MBBS નું ભણતર કરી રહી હતી. ઈલમા યુક્રેનમાં ચેનઈવીસ્ટસ શહેરમાં રહેતી હતી. રશિયાએ કીવમાં હુમલો શરૂ કર્યો ત્યારે ઇલમા કીવમાં એરપોર્ટ ઉપર હતી. તે 5 દિવસે વતન પરત આવી છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરિવારમાં આજે સગા ભત્રીજાના લગ્ન હતા પરંતુ તે છોડી માતા પિતા દીકરીને લેવા માટે આવ્યાં હતાં.

Latest Stories