Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાબરમતી અચેર ગામમાંસમલૈંગિક સંબંધના કારણે હત્યા થઈ હોવાની આશંકા; એક ઇસમની અટકાયત

અમદાવાદ શહેરમાં મંગળવારે મોડી રાત્રે સાબરમતી અચેર ગામના ઠાકોરવાસમાં 63 વર્ષના દેવેન્દ્ર પ્રસાદ રાવતના ગળે છરી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી

X

અમદાવાદ શહેરમાં મંગળવારે મોડી રાત્રે સાબરમતી અચેર ગામના ઠાકોરવાસમાં 63 વર્ષના દેવેન્દ્ર પ્રસાદ રાવતના ગળે છરી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસ કરી તેમાં સમલૈંગિક સંબંધના કારણે વૃદ્ધનો કરૂણ અંજામ આવ્યો હોવાની અને હત્યારો એક જ વ્યક્તિ હોવાની પોલીસને શક્યતા દેખાઇ રહી છે. ત્યારે લૂંટના ઈરાદે હત્યા થવાનું હાલ પોલીસ માની રહી નથી. 63 વર્ષના દેવેન્દ્ર પ્રસાદ મોતીલાલ રાવત પહેલા વડોદરામાં સહારા ઇન્ડિયામાં નોકરી કરતા હતા. નિવૃત્તી બાદ પતિ-પત્ની ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા. મંગળવારે તેમના પતિ દેવેન્દ્ર પ્રસાદ ઉપર એક છોકરાનો ફોન આવતાં તેઓ તેની સાથે ગયા હતા. જોકે મોડી રાત સુધી પરત ના ફરતા પોલીસે તપાસ કરી હતી અને તેમના જુના ઠાકોરવાસના ઘરે લાશ મળી આવી હતી. દેવેન્દ્ર પ્રસાદના ગળાના ભાગે છરીનો એક જ ઘા મારીને તેમની હત્યા કરવામા આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર પ્રસાદના સમલૈગીક સંબંધના કારણે હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા છે. ત્યારે પોલીસની અલગ અલગ ટીમે સર્વેલન્સ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના દાવા અનુસાર લૂંટની વાતમાં તથ્ય નથી પણ આરોપી ઉમંગ સાથે મરનારના સમલૈંગિક સંબંધ હતા અને મરનાર આરોપીને ફરજીયાત સજાતીય સંબંધ બાંધવા દબાણ કરતો હતો જેથી કંટાળીને તેણે દેવેન્દ્ર પ્રસાદની હત્યા કરી હતી.

Next Story