Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશના દરેક ગામડા ને આદર્શ ગામડું બનાવવાનો લક્ષ્યાંક : RSS

અમદાવાદના પીરાણા ખાતે આવેલાં નિષ્કલંકી આશ્રમ ખાતે મળેલી આરએસએસની બેઠકનું સમાપન થયુ઼ં છે.

X

અમદાવાદના પીરાણા ખાતે આવેલાં નિષ્કલંકી આશ્રમ ખાતે મળેલી આરએસએસની બેઠકનું સમાપન થયુ઼ં છે. બેઠકમાં આગામી કાર્યક્રમો તથા સંઘનો વ્યાપ વધારવા માટે થનારા કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી...

અમદાવાદના પીરાણા વિસ્તારમાં આવેલા નિષ્કલંકિ નારાયણ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદીવસીય બેઠક સમાપ્ત થઇ છે. બેઠકમાં દેશભરમાંથી સંઘના સ્વયંસેવકો હાજર રહયાં. સરસંઘચાલક ડો મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેની અધ્યક્ષતા 11 માર્ચ થી 13 માર્ચ સુધી પ્રતિનિધિ બેઠક યોજવામાં આવી હતી... જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો...બેઠકના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ હાજરી આપી.સરકાર સાથે સંકલન સાધીને નાના ઉદ્યોગોને વેગવંતુ બનાવવાના પ્રયાસો કેવી રીતે કરવામાં આવે તેનું આયોજન કરાયું ..ઉપરાંત આગામી 2025 માં RSS ને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના પગલે સંઘની ભારતમાં 01 લાખ નિત્ય શાખા કેવી રીતે લગાડી શકાય તેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે...આગામી દીવસોમાં દરેક ગામડાને આર્દશ ગામડું બનાવવાની દિશામાં પણ સંઘ કામગીરી કરશે...

Next Story