Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આવતીકાલથી TATA IPL-2023નો પ્રારંભ, ખેલાડીઓએ આપ્યો તૈયારીઓને આખરી ઓપ...

TATA IPL-2023ની 16મી સિઝનની પ્રથમ મેચ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

અમદાવાદ : આવતીકાલથી TATA IPL-2023નો પ્રારંભ, ખેલાડીઓએ આપ્યો તૈયારીઓને આખરી ઓપ...
X

TATA IPL-2023ની 16મી સિઝનની પ્રથમ મેચ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ યોજાવા જઈ રહી છે, ત્યારે બન્ને ટીમ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બન્ને ટીમના ખેલાડી મેદાનમાં લાંબા શોર્ટ અને આકરી પ્રેક્ટિસ તેમજ અમુક ખેલાડી પોતાના શરીરની ફિટનેસ સાચવી રાખવા માટે હળવી કસરત કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે TATA IPL2023ની 16મી સિઝનની પ્રથમ મેચ યોજાશે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ યોજાવા જઈ રહી છે, ત્યારે બન્ને ટીમ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બન્ને ટીમના ખેલાડી મેદાનમાં લાંબા શોર્ટ અને આકરી પ્રેક્ટિસ તેમજ અમુક ખેલાડી પોતાના શરીરની ફિટનેસ સાચવી રાખવા માટે હળવી કસરત કરતા જોવા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સ ટીમ વધારે કેચ પ્રેક્ટિસ પર ધ્યાન આપ્યું હતું. સાથે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા મુખ્ય કોચની ભૂમિકામાં છે, ત્યારે ખેલાડીઓ સાથે ચર્ચા કરી એવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા પણ નજરે મળી આવ્યા હતા. જેમાં ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર શિવમ માવીને બોલીને ટિપ્સ પણ આપી હતી. ગુજરાતી ટાઇટલના ખેલાડીઓ પ્રેક્ટિસ ની સાથે સાથે પોતાના ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા હતા. આ વર્ષને અંતે ભારતમાં જ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને બન્ને ટીમના મુખ્ય ખેલાડીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ફિટનેસ પર પણ એક અલગ સેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ હળવી કસરત અને ફૂટબોલ રમત પર ધ્યાન આપતા જોવા મળ્યા હતા. ચેન્નઇ સુપરકિંગ્સ ગત વર્ષની ટૂર્નામેન્ટમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, જ્યારે બીજી બાજુ ગુજરાત ટાઈટન્સે પ્રથમ ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી. સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી બન્ને ટીમો 2 વખત આમને સામને ટકરાઈ છે. જેમાં બન્નેમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. એક મેચમાં 7 વિકેટથી વિજય અને બીજી મેચમાં 3 વિકેટથી વિજય મેળવ્યો હતો, ત્યારે આવતીકાલની મેચમાં કોનો વિજય થાય છે તે જોવાનું રસપ્રદ રહેશે.

Next Story