Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના બાદ ટીબીના કેસોએ વધારી ચિંતા, જુઓ આરોગ્ય વિભાગ આવ્યુ હરકતમાં

રાજ્યમાં ટીબીના કેસમાં સતત વધારો, એક જ સપ્તાહમાં 1500 કેસ આવ્યા સામે.

X

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થયા બાદ હવે ટીબીના રોગના ભયંકર ઉછાળો સામે આવ્યો છે રાજ્યમાં ટીબીના સરેરાશ 400 થી 500 કેસ નોંધાય છે પણ કોરોના મહામારીમાં એક જ સપ્તાહમાં 1500 ની આસપાસ આ આંકડો પહોંચ્યો હતો.

રાજ્યમાં સતત વધતા ટીબીના રોગથી હવે ચિંતા વધી છે ત્યારે ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે રાજ્યમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબી નિદાન માટે ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. ગંભીર પ્રકારના ટીબી નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનેટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 38380 ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યા છે જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની સારવાર માટે 5 નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત કરવામાં આવી છે ક્ષય તાલીમ કેન્દ્રના ડિરેક્ટર સતીશ મકવાણા ના જણાવ્યા અનુસાર ટીબીને કારણે 10 થી 15 ટકા દર્દીઓને માનસિક આરોગ્ય પર અસર થાય છે.

વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબી ના નવા દર્દીઓ નોંધાયા છે ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Next Story