Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...

લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.

X

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ અન્ય ચીજવસ્તુઓ સહિત પાઠ્યપુસ્તકોમાં પણ 25થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે, ત્યારે હવે ભણતરમાં પણ મોંઘવારીનો ભાર વધતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના ગાંધી બ્રિજ નીચે આવેલું ચોપડી બજાર છે. જેમાં સ્કૂલો ખુલવાનો સમય આવે, ત્યારે અહીંયા ઉભા રહેવાની જગ્યા મળવી પણ મુશ્કેલ હોય છે. તેની જગ્યાએ અત્યારે અહીના વેપારીઓને ધંધો શોધવો પડે છે. એનું કારણ છે, ભાવ વધારો. આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. જેનું કારણ છે રશિયા અને ચીનથી આવતો માલ રોકાઈ ગયો છે. કોરોના કાળમાં પસ્તી ખુબ જ ઓછી નીકળી છે, જેથી મિલોમાં જોઈએ એટલો માલ નથી આવ્યો, ત્યારે માલની અછત સર્જાતા ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.

એક તરફ વાલીઓ પણ કહી રહ્યા છે કે, આ વખતે દરેક ચોપડા કે, પુસ્તકોમાં 25થી 30 ટકા જે ભાવ વધારો થયો છે, જેના કારણે તેમને તેમના બાળકોને ભણાવવામાં ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડશે. તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. સાથે જ હવે ભણતર પણ મોંઘુ થઈ રહ્યું છે. પરંતુ પોતાના બાળકોને ભણાવવા વગર કોઈ છૂટકો નથી તેવું વાલીઓ માની રહ્યા છે, ત્યારે હાલ તો પાઠ્યપુસ્તકોમાં વધતો ભાવ વધારા સામે સરકાર હવે ભણતર સસ્તું કરે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Next Story