અમદાવાદ : પરિણીતા સાથે ફ્લર્ટ કરતાં આરોપીની ધરપકડ, મોકલતો હતો અશ્લીલ વીડિયો...

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

New Update
અમદાવાદ : પરિણીતા સાથે ફ્લર્ટ કરતાં આરોપીની ધરપકડ, મોકલતો હતો અશ્લીલ વીડિયો...

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા. મહિલા પોતાનું ઘરકામ કરી પોતાના મોબાઈલ ઉપર સર્ફિંગ કરી રહ્યા હતા, ત્યારે મોબાઇલ નંબર પરથી વોટ્સએપ ક્રિએટ કરીને મહિલાના મોબાઈલ નંબર ઉપર અશ્લીલ વીડિયો અને ફોટા મોકલવામાં આવ્યા હતા.

Advertisment

જોકે, મહિલાના પતિ જ્યારે ઘરે ન હોય, ત્યારે તેમના મોબાઈલ નંબર ઉપર ગંદી કોમેન્ટ કરી કાલુપુર હોટલમાં મળવા માટે બોલાવતો હતો. મહિલા આરોપીનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટ કરી દેતાં આરોપીએ અન્ય નંબરથી કોલિંગ શરૂ કર્યું હતું, અને મહિલાના નંબર ઉપર નગ્ન વીડિયો અને મેસેજ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મહત્વની વાત છે કે, આરોપી ક્યારે મહિલા તો ક્યારે પુરુષ તો અમુક વાર નાના બાળકોનો અવાજ કાઢીને વાત કરતો હતો. આરોપીએ ફરિયાદના ડીપી ફોટો લઈને તેને એડિટ કરીને ગંદા ફોટો મૂકવાનું શરૂ કરી દીધા હતા. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. આરોપી શાહપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી અને ફરિયાદી એક જ સમાજના હોવાથી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. આરોપીને કાલુપુર માંથી એક મોબાઇલ મળ્યો હતો. તેણે મોબાઇલમાંથી સીમ કાર્ડ કાઢીને મોબાઇલને કચરા પેટીમાં ફેંકી દીધો હતો. તે નંબર પરથી વોટ્સએપનો ઉપયોગ કરીને ફરિયાદીના નંબર ઉપર પોર્ન વીડિયો મોકલતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે પર્સનલ ફોટો સાથે બિભત્સ ફોટો અને સ્ટોરી મોકલતો હતો. આરોપીએ ફરિયાદી સાથે ફ્લર્ટ કરવાના હેતુથી આ ગુનાને કર્યા હોવાની કબૂલાત કરી છે. મહત્વની વાત એ છે કે, આરોપી માત્ર 10 સુધી અભ્યાસ કરેલ હોવાનું સામે આવ્યું છે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.