/connect-gujarat/media/post_banners/8099cc014b9841446914224318111b96dae5ff9367d0dcf35be772d006486f9b.webp)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમા ભારે વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ એક દિવસમાં 32000 પેસેન્જર્સ મુસાફરી કરવાનો આંક વટાવ્યો છે જ્યારે છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટ ની મૂવમેન્ટ થઈ છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે.
SVPI એરપોર્ટ વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓ કારણે ટ્રાફિકમાં વધારા સાથે પસંદગી નું એરપોર્ટ બન્યુ છે.છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટની મૂવમેન્ટ થઈ છે.10 નવેમ્બરથી 10 ડિસેમ્બરસુધીના સમયગાળામાં SVPI એરપોર્ટ 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સ નો રેકોર્ડ કર્યો છે જેમાં અનેક VIP ફ્લાઇટ્સના પણ સમાવેશ થાય છે. સ્થાનિક સત્તાધીશો અને હિતધારકો ના સંકલન દ્વારા મુસાફરીમાં બને એટલી સગવડો સુનિશ્ચિત કરવા એરપોર્ટ દ્વારા સમર્પિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ SVPI એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને માનનીય વડા પ્રધાનનો સમાવેશ થાય છે.SVPI એરપોર્ટની ટીમે સ્થાનિક સત્તાધીશો અને CISF ના સહયોગથી તેમના સરળ ટ્રાન્સફરની ખાતરી કરી હતી. SVPI એરપોર્ટ ઉદ્યોગો અને દેશના મોટા એરપોર્ટ દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણની સમકક્ષ છે