Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પાણીની ટાંકીમાંથી મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલાયો

પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છે કે જેને સાંભળીને લોકોના રુવાંટા ઉભા થઇ જાય છે.

X

અમદાવાદ શહેરના ખોખરામાં ત્રણ દિવસ પહેલા એક ટાંકીમાંથી અતિવિકૃત હાલતમાં મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલી પ્રેમીની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ આરોપીની અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો.

પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છે કે જેને સાંભળીને લોકોના રુવાંટા ઉભા થઇ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના ખોખરામાં બન્યો હતો જેમાં ત્રણ દિવસ પહેલા અનુપમ સિનેમાની સામે મોહન એસ્ટેટના ધાબા ઉપર પીવીસીની ટાંકીમાં લોહીથી લથબથ હાલતમાં એક યુયાવતીની લાશ મળી હતી. શહેરમાં થયેલ આ હત્યા અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ તપાસ કરી રહી હતી. ત્યારે એક ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેખાની હત્યા કેસનો ભેદ ઉકેલી દેતા તેના પ્રેમી ઇરફાનને દબોચી લીધો છે. રેખાને ઇરફાન સાથે પ્રેમસંબધ હતો અને રેખાના બીજે સબંધ હોવાની વાતથી ઉશ્કેરાઈ જતાં ઇરફાને તેની હત્યા કરી નાખવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

પોલીસના જણાવ્યુ અનુસાર, 'ઇરફાન રેખા પાછળ રૂપિયા વાપરતો હતો અને તેને પત્નિની જેમ રાખતો હતો. આરોપીએ રેખાને બે લાખ સાચવવા પણ આપ્યા હતા જે તેણે વાપરી નાખ્યા હતા. રેખાના અન્ય સાથે પણ સંબધ હોવાના કારણે ઇરફાન ઉશ્કેરાયો હતો અને તેને મળવા બોલાવી બાદમાં તેનું ગળું દબાવી હથિયાર મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.' હાલ તો પોલીસે હત્યારા પ્રેમીની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Next Story