New Update
/connect-gujarat/media/post_banners/ad5a75dc140dbcbba8d4c036b3682dd3bf4632a91ab03a313b7f3127e88ceb2f.jpg)
પાટણની રાજમાતાની ગાથા પર બનેલ ફિલ્મ નાયકા દેવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરમુક્ત કરવામાં આવી છે. જેને લઈને આજરોજ ફિલ્મના કલાકારોએ CMની મુલાકાત લીધી હતી..
ગુજરાતી ફિલ્મ નાયિકાદેવીના કલાકારોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઈ ફિલ્મ કરમુક્તિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન, સાહસ-શૌર્ય તેમજ મહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરતી ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતી ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી' ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
Latest Stories