અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાશે, આખું વિશ્વ થશે ચકિત.!

આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાશે,  આખું વિશ્વ થશે ચકિત.!
New Update

અમદાવાદમાં આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા ઉમટશે


અમદાવાદમાં નજીકના ભવિષ્યમાં ક્યારેય ન જોયો હોય તેવો મહોત્સવ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ જોઈ આખા વિશ્વની આંખો અંજાઈ જશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર સ્વ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમિયાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા આ મહોત્સવમાં ઉમટશે.


આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલી રહ્યુ છે. સમાજનો દરેક વ્યક્તિ આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી નગર'નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી 'કલ્ચરલ વન્ડરલેન્ડ' બની રહેશે નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષે છે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ની જીવન ગાથા પ્રદર્શિત છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #BAPS #Pramukhswami Maharaj #centenary festival
Here are a few more articles:
Read the Next Article