Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્મશાન ગૃહમાં ઓછા લાકડા વાપરી આર્થિક ફાયદો કરતાં કોન્ટ્રકટર, ચિતા વચ્ચે લોખંડની ઘોડી મૂકી કરે છે લાકડાનો બચાવ

X

હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર

મર્યા બાદ પણ સામનો કરવો પડે છે ભ્રષ્ટાચારનો

ચિતાની વચ્ચે લોખંડીનો ઘોડી મૂકી લાકડાનો કરે છે બચાવ

અનેક વાર રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા નથી

અમદાવાદના જમાલપુર સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા દરમિયાન ચિતાની વચ્ચે લોખંડીનો ઘોડી મૂકી ઓછા લાકડા વાપરીને કોન્ટ્રકટર દ્વારા આર્થિક રીતે ફાયદો કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની અનેક વાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.

અમદાવાદ શહેરમાં અનેક સમસ્યા જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પ્રોજેકટમાં કોન્કટ્રાક્ટરો દ્વારા પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. ત્યારે હવે સ્મશાન લાકડામાં પણ ભષ્ટાચાર કરવામા આવી રહ્યો છે. જેમાં સ્મશાનમાં ચિતા સળગાવવા માટે વચ્ચે લોખડી જાળી મૂકી ઓછા લાકડા મુકવામાં આવી રહ્યા છે. તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં જીવતા જીવ ભ્રષ્ટચારનો સામનો તો કરી રહી છે. પરંતુ મર્યાબાદ પણ તેમને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા 24 સ્મશાન બનાવવામાં આવ્યા છે. જેમાં 2 કોન્ટ્રાક્ટ 12 સ્મશાન જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘને આપવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ પાછળ 240 કિલોથી 280 કિલો લાકડાં વાપરવામાં આવે છે. જેમાં પ્રતિ શબ માટે 780 રૂપિયા આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તેમાં પણ છેડછાડ કરવામાં આવી છે. જેમાં ઓછા લાકડાંનો ઉપયોગ થાય તેવી ડિઝાઇન તૈયાર કરી છે.

અમદાવાદ શહેરમા આવેલ જમાલપુરના સ્મશાન ઉપરાંત પણ કોન્ટ્રાકટરો હેઠળ આવેલા બીજા સ્મશાન દુધેશ્વર,વસ્ત્રાલ,નારોલ માં પણ ગેરનીતિ કરવામાં આવી રહી છે. 240 કિલોથી વધુ લાકડાં વપરાતા હોય છે. જેમાં ઓછા લાકડાં વાપરીને ગેરનીતિ કરવામાં આવી રહી છે. આ બાબતની અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી તો સરકાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story