અમદાવાદ : રીવર ફ્રન્ટ નજીક "શહીદ પાર્ક" બનાવવા કોર્પોરેશને લીધો નિર્ણય, જુઓ કોના સાથે કર્યા MOU..!

અમદાવાદમાં સ્માર્ટ સીટી બનાવવા માટે જાણે ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હોય તેમ દિવસે દિવસે નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે.

New Update
અમદાવાદ : રીવર ફ્રન્ટ નજીક "શહીદ પાર્ક" બનાવવા કોર્પોરેશને લીધો નિર્ણય, જુઓ કોના સાથે કર્યા MOU..!

અમદાવાદમાં સ્માર્ટ સીટી બનાવવા માટે જાણે ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હોય તેમ દિવસે દિવસે નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે. એક તરફ નવા બ્રિજ, ફૂટ-વે બ્રિજ અને હવે સાબરમતી નદી રીવર ફ્રન્ટ ફેઝ-2માં દફનાળા નજીક આવેલી આર્મીની જમીનમાં દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોની યાદમાં શહિદ પાર્ક બનાવવા માટે અમદાવાદ કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં અનેક પ્રોજેક્ટ હેઠળ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કોર્પોરેશન દ્વારા એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દેશની રક્ષા અર્થે દેશના જવાનો વીરગતિ પામ્યા છે, તેમની યાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેજ-2 પર આવેલી આર્મીની જગ્યા પર શહીદ પાર્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદ પાર્કની સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને અને સોલ્જર રૂમ પણ બનાવવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન અને રક્ષા મંત્રાલય વચ્ચે MOU કરીને જમીન રીક્લેમ કરી આગામી દિવસોમાં ઝડપથી શહીદ પાર્કનું કામ શરૂ કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં ફૂટ-વે બ્રિજ પણ ડિસેમ્બરમાં ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે હવે શહીદ પાર્કનું કામ શરૂ કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેજ-2ની કામગીરી ચાલી રહી છે. જેમાં દફનાળા પાસે હનુમાન કેમ્પથી સદર બજાર તેમજ એરપોર્ટ સુધી નદીના પટમાં આર્મી હસ્તગત જમીન આવેલી છે. જેમાં શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરવામાં આવશે.