/connect-gujarat/media/post_banners/b1b3819df02ed9236b236b288c856ac82fecc06ab501e1ef04c971bb5e272b81.webp)
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા દિનેશભાઈ દ્વારા જે રીતે પોતાની પર જ બચાવી અને સમય સૂચકતાથી મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી તેની નોંધ લઇ અને તેઓને અભિનંદન પણ આપ્યા હતા. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખાનામા દ્વારા તેઓને પ્રશંસાપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું.અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટ કંપની ડ્રાઇવર દિનેશભાઈ ઠાકોર દ્વારા મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા પહેલા જ બસ માંથી ધુમાડા નીકળતા જ તેઓએ બસ સ્ટેન્ડ પર બસ લાવી અને દરવાજા ખોલી તમામ પેસેન્જર ને ઝડપથી નીચે ઉતારી લીધા હતા. બસમાંથી ફાયર એક્સટિંગ્વિશર નો બાટલો લઈ અને ધુમાડા પર છાંટી અને આગ ના લાગે તેવા પ્રયત્ન કર્યા હતા. આ રીતે જ્યારે આકસ્મિક કોઈ ઘટના બને ત્યારે ઝડપથી નિર્ણય લઈ અને સમય સુચકતા વાપરી કામગીરી અન્ય ડ્રાઇવર કરે તેની પ્રેરણાસ્ત્રોત બનેલા દિનેશભાઈ ઠાકોરને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.
બીઆરટીએસ બસમાં ખાનગી કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની માં છેલ્લા ત્રણ મહિનાથી ઠાકોર દિનેશભાઈ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેઓને 19 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ છે. આજદિન સુધી તેઓ ડ્રાઈવિંગ કર્યું પરંતુ આગની કોઈ ઘટના બની ન હતી. સૌપ્રથમવાર તેઓને આ રીતે આગની ઘટના બની હતી. તેમને સમજ અને બુદ્ધિશક્તિ પ્રમાણે પેસેન્જર નો જીવ બચાવવા માટે તેઓ બસ ને બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા હતા અને સેન્સર થી તરત દરવાજો ખોલી દીધો હતો જેથી પેસેન્જરોના જીવ બચી ગયા હતા