અમદાવાદ : સરકારે ન આપી ટેકસમાં રાહત, મધ્યમવર્ગની મુશ્કેલીઓ યથાવત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું છે...

New Update
અમદાવાદ : સરકારે ન આપી ટેકસમાં રાહત, મધ્યમવર્ગની મુશ્કેલીઓ યથાવત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું છે.

મંગળવારના રોજ સંસદમાં રજુ કરવામાં આવેલ સામાન્ય બજેટ પર લોકોની જે આશા- અપેક્ષા હતી તેવી કોઈ જ મોટી જાહેરાત થઈ નથી. ખાસ કરીને સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી જેના કારણે મધ્યમવર્ગ નારાજ થયો છે. બજેટની વાત કરવામાં આવે તો RBI ડિજિટલ કરન્સી લાવશે.ઉપરાંત ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લાગુ થશે. કરોડો સામાન્ય કરદાતાઓ ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ નવી જાહેરાત થશે તેવી મીટ માંડીને બેઠા હતા.

પરંતુ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તરફથી વર્તમાન ટેક્સ સ્લેબ અને દરોમાં કોઈ ફેરફારની વાત સાંભળવા નહી મળતાં તેઓ નિરાશ થયાં છે. સામાન્ય બજેટને ગુજરાત ચેમ્બર પ્રમુખ હેમંત શાહે આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે બજેટ પોઝેટીવ અને ગ્રોથ ઓરિએન્ટલ છે. સરકાર હમણાંથી ડિફેન્સ સેક્ટરમાં વધારે ધ્યાન આપી રહી છે. આ બજેટમાં હેલ્થ સેક્ટર તરફ ક્યાંક કચાશ રાખી હોય એવું લાગી રહ્યું છે. કારણકે જે પ્રમાણે પેન્ડેમીક ચાલી રહી છે અને તેમાં સરકારે થોડું ધ્યાન આપવાની જરૂર હતી.

Latest Stories