Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અતિવૃષ્ટિ મામલે સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

X

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂપિયા 546 કરોડના પેકેજની જાહેરાત કરી છે

રાજય સરકારે આખરે અતિવૃષ્ટિ મામલે રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજય સરકારે કુલ 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.આ અંગેનો નિર્ણય આજરોજ મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજય સરકાર દ્વારા એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કરી હતી. વાઘાણીએ આ નિમિતે જણાવ્યું હતું કે સતત વરસાદને પગલે થયેલી તારાજીનો સર્વે થઇ રહ્યો છે. અને કુલ 4 જિલ્લામાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું હોવાનું વાઘાણીએ ઉમેર્યું હતું. સરકારે ખેડૂતો માટે રૂપિયા 546 કરોડની ફાળવણી કરી છે જેનો 2.80 લાખ ખેડૂતોને લાભ મળશે.આ માટે ખેડૂતો 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરજી કરી શકશે. આ સાથે સરકારે ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને 1 લાખ કરવાનો નિર્ણય લીધો છે.ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની સહાયની રકમ જમા થઈ શકે છે. આ રાહત પેકેજથી જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સહાય મળશે. આ સહાય માટે SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.આ નિમિતે વાઘાણીએ જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થઇ રહ્યો છે.2500 સેવા સેતુ કાર્યક્રમમાં 56 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવશે.22 ઓક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી આ સેવાસુત કાર્યક્રમ યોજાશે તેમ પણ વાઘાણીએ કહ્યું હતું. ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય એ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી છે. રોડ રસ્તા મામલે દિવાળી પહેલા તમામ સમારકામ પુરા કરવામાં આવે એ નિર્ણય લેવાયો છે.

Next Story