અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી

New Update
અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…

અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં ભાદર, અમલખાડી, ભોગાવો, ભુખી ખાડી, દમણગંગા, ચાણોદ, કોઠારા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે, ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે 

સાબરમતી નદીમાં ફેલાઈ રહેલ ગંભીર અને જોખમી પ્રદૂષણ મુદ્દે દાખલ કરવામાં આવેલી સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે GPCBના રિપોર્ટને રેકર્ડ પર રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે આ બાબતે ભારે ગંભીરતાથી લઈને સાબરમતી નદીના પ્રદૂષણને અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે વધુ સુનાવણી 4 સપ્તાહ બાદ આગામી તા. 17મી માર્ચે હાથ ધરવામાં આવનાર છે.

Latest Stories