Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે,17 ઓગષ્ટથી ફિઝિકલી સુનાવણી શરૂ થશે

હાઇકોર્ટમાં ફિઝિકલી સુનાવણી શરૂ થશે એ પૂર્વે સેનેટાઈઝ સહિતની કામગીરીને લઈ હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે

X

રાજયમાં કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારે 17 ઓગસ્ટથી હાઇકોર્ટમાં ફિઝિકલી સુનાવણી શરૂ થશે એ પૂર્વે સેનેટાઈઝ સહિતની કામગીરીને લઈ હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે

કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત હાઇકોર્ટ ઓનલાઇન અને અરજન્ટ હીયરીંગ કરવામાં આવતી હતી પરંતુ જે પ્રમાણે હવે કોરોનાના કેસ ઘટતા જોવા મળ્યા છે તેને પગલે હવે 17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ ફરીથી ફિઝીકલ શરૂ કરવામાં આવી રહી છે જેને પગલે હાલમાં ત્રણ દિવસ સુધી એટલે કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝીંગ અને ફોગીગનું કામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્રણ દિવસ ગુજરાત હાઈ કોર્ટ બંધ રાખવામાં આવી છે.દોઢ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટ ફરી એકવાર શરૂ થવા જઇ રહી છે ત્યારે હાલમાં ત્રણ દિવસ સુધી ગુજરાત હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝિંગ અને ફોગીગ નું કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન કરવામાં આવતું હતું પરંતુ આજે કોરોના કેસમાં જે પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોતા હાઇકોર્ટ હવે 17 ઓગસ્ટથી ફિઝિકલ શરૂ કરવામાં આવી રહી છે.

Next Story