Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બહુચર્ચિત ફિલ્મ પઠાણ આ’ખરે થઈ રિલીઝ, સિનેમા ગૃહ બહાર પોલીસ પ્રોટેક્શન અપાયું...

બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે દેશભરની સાથે ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે

X

બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે દેશભરની સાથે ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં થિયેટર અને મલ્ટિપ્લેક્સ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કુલ 9 જેટલા મલ્ટીપ્લેક્સમાં વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પઠાણ રિલીઝ થઇ છે, ત્યારે શહેરના એસજી હાઇવે સ્થિત વાઈડ એંગલ સિનેમા બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા ઘણા દર્શકો પહોંચ્યા હતા. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થિયેટર માલિકો દ્વારા ફિલ્મ રિલીઝને લઇ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. અમદાવાદમાં થિયેટર માલિકોએ સુરક્ષા માટે પોલીસ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસે થિયેટરના માલિકોને બાંહેધરી આપી હતી કે, ફિલ્મ રિલીઝ થશે ત્યારે તમામ થિયેટરમાં પોલીસ પ્રોટેક્શન રહેશે. અમદાવાદમાં તમામ થિયેટરોમાં પઠાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું, અને તમામ થિયેટરોમાં પઠાણના પોસ્ટર પણ લાગી ગયા હતા.

Next Story