Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાણંદના ફાર્મ હાઉસમાં ચોકીદારની હત્યા, ક્રાઇમ પેટ્રોલ જોઈ બનાવાયો હતો હત્યાનો પ્લાન

અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એક ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા વયો વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરનાર બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એક ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા વયો વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરનાર બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં આવેલા આ બન્ને આરોપીઓ એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરી નાખી છે જેમાં આરોપી વિષ્ણુ ચુનારાએ મૃતક પાસેથી ₹1,30,000 વ્યાજે લીધા હતા અને તે વ્યાજના રૂપિયા પરત ન આપવા પડે તે માટે આ ગુનામાં આરોપીએ તેનો સાથી મિત્ર અરવિંદજી ઠાકોરને પણ સાથે રાખ્યો હતો અને મૃતક પાસેથી બીજા અઢી લાખ રૂપિયા તેના મિત્ર એટલે કે અરવિંદજીને જોઈએ છે તેમ કરીને વાતચીત કરી હતી પરંતુ મૃતક ચોકીદારે રૂપિયા આપવાની ના પાડી હતી અને બાદમાં આરોપી વિષ્ણુએ ચોકીદારને પીઠના ભાગે ધાર્યું મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો તદુપરાંત ચોકીદારે પહેરેલા સોનાના ઘરેણાની પણ લૂંટ કરી હતી.

ગુનાના મુખ્ય આરોપી વિષ્ણુ ચુનારાએ ક્રાઈમ પેટ્રોલ જેવી ધારાવાહિક સીરીયલ જોઈને આ સમગ્ર હત્યાનો પ્લાનિંગ કર્યો હતો અને પોતાની સાથે મોબાઈલ ફોન પણ નહોતો રાખ્યો આ તમામ કેફિયત ઝડપાયેલા બંને આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે જો કે પોલીસે હ્યુમન ઇંટેલિજન્સના આધારે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story