અમદાવાદ : રામોલની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે કરી ધરપકડ

2 આરોપીઓમાંથી મુખ્ય આરોપીના મિત્રને હોટલમાં ઓળખાણ હોય જેનો લાભ ઉઠાવી સગીરાની ઉંમર ખોટી દર્શાવી રૂમ મેળવ્યો હતો,

New Update
અમદાવાદ : રામોલની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી સહિત તેને મદદ કરનાર મિત્રને રામોલ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક સગીરા ત્યાં જ રહેતા એક યુવક સાથે મિત્રતા ધરાવતી હતી. પરંતુ યુવક આ મિત્રતાનો લાભ ઉઠાવવા માગતો હોય તેમ થોડા દિવસ પહેલા સગીરાને લલચાવીને નજીકની એક હોટલમાં લઈ ગયો હતો,

જ્યાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરા ત્યાંથી પોતાના ઘરે પહોંચી પરિવારજનોને વાત કરતાં માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદના આધારે આરોપી યુવક અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા અને યુવક વચ્ચે ઘણા સમયથી પારિવારીક સંબંધ હતો. આરોપી અને તેના મિત્રએ સગીરાનું સ્કૂલેથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ પૂર્વ વિસ્તારની એક હોટલમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

જોકે, 2 આરોપીઓમાંથી મુખ્ય આરોપીના મિત્રને હોટલમાં ઓળખાણ હોય જેનો લાભ ઉઠાવી સગીરાની ઉંમર ખોટી દર્શાવી રૂમ મેળવ્યો હતો, ત્યારે હાલ તો બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories