અમદાવાદ: પોલીસ આંદોલનનો રાજકીય રંગ !કોંગ્રેસ અને આપ આવ્યા પોલીસકર્મીઓના સમર્થનમાં

ગ્રેડ પે નાં મામલે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે.

New Update
અમદાવાદ: પોલીસ આંદોલનનો રાજકીય રંગ !કોંગ્રેસ અને આપ આવ્યા પોલીસકર્મીઓના સમર્થનમાં

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓના ગ્રેડ પેની માંગણીનાં મુદ્દે ચર્ચા થઇ રહી હતી પરંતુ જ્યારે સરકાર દ્વારા કોઇ ધ્યાન આપવામાં ન આવતા હવે એક પોલીસ હેડ કોન્સ્ટેબલ ગાંધીનગર વિધાનસભા આગળ ધરણા પર બેસવા નું નક્કી કર્યુ, જે બાદ તેને સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં સમર્થન મળતુ દેખાયુ. જો કે હવે ગ્રેડ પે નાં મામલે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે.

મંગળવારના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ વિધાનસભા પાસે ગ્રેડ પેની માંગણી સાથે ધરણા શરૂ કર્યા હતા. જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું હતુ અને કોન્સ્ટેબલની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો, અને મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં દોડી આવ્યા હતા. હવે આ સમગ્ર મામલાએ રાજકીય રંગ લઇ લીધો છે. મોડી રાત્રિએ કોંગ્રેસ અને AAP નાં મોટી સંખ્યામાં કાર્યકરો હાર્દિક પંડ્યાનાં સમર્થનમાં આવી ગયા હતા. હાર્દિક પંડ્યાની અટકાયત બાદ હવે તેને છોડી દેવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાનાં સમર્થનમાં મોડી રાત્રિએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી કાર્યકરો સહિત દોડી આવ્યા હતા.તો આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ એલસીબી કચેરીએ પહોંચ્યા હતા આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી છે