અમદાવાદ : 700 TRB જવાનોની ભરતી પ્રકિયા થશે શરૂ, જાણો કઈ રીતે થાય છે ભરતી

અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે

New Update
અમદાવાદ : 700 TRB જવાનોની ભરતી પ્રકિયા થશે શરૂ, જાણો કઈ રીતે થાય છે ભરતી

અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ઉર્તીણ કરનાર જવાનો ટીઆરબી બ્રિગેડમાં સામેલ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનો ફરજ પર હોઈ છે ત્યારે અમદાવાદના વધુ 700 નવા ટીઆરબી જવાનો મળશે.આવનાર રવિવારે આ ટીઆરબી જવાનોની લેખિત પરીક્ષા લેવામાં આવશે અંદાજે 1500 જવાનોએ શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ તેમની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ઉર્તીણ કરનાર જવાનો ટીઆરબી બ્રિગેડમાં સામેલ કરવામાં આવશે અને શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવશે ઘણા સમયથી શહેરમાં ટીઆરબી જવાનો સાથે પબ્લિકના ઘર્ષણના બનાવો વધ્યા હતા ત્યારબાદ અનેક જવાનોને ફરજમાંથી દૂર પણ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે ચોકસાઈ રાખી આ જવાનોની ભરતી કરવામાં આવશે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise