Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હોસ્પિટલ ચલાવવાના નિયમો થયાં જટિલ, તબીબોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે.

X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે. શહેરના તબીબોએ મંગળવારે ઓપીડી સેવાઓ બંધ રાખી વલ્લભસદન ખાતેથી વિશાળ રેલી યોજી હતી......

અમદાવાદમાં તબીબો અને મ્યુનિસિપલ કોર્પોરેશન આમને સામને આવી ગયાં છે. હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને કડક કરી દેવામાં આવતાં તબીબો રોષે ભરાયાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સી- ફોર્મ સર્ટફિકેટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલાં તબીબોએ મંગળવારે વિશાળ રેલી યોજી..અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન સાથે સંકળાયેલાં તબીબો વલ્લભ સદન ખાતે એકત્ર થયાં હતાં અને કોર્પોરેશન વિરૂધ્ધ નારેબાજી કરી હતી. તબીબોના રોષના કારણની વાત કરવામાં આવે તો

હોસ્પિટલ ચલાવવા માટે જરૂરી C ફોર્મનાં રીન્યુ સમયે BU ની ચકાસણી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની આ કાર્યવાહીના પગલે 700 જેટલી હોસ્પિટલના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અગાઉ BU ની ચકાસણી કરવામાં આવતી ન હતી પણ હવે બીયુ ફરજિયાત માંગવામાં આવતું હોવાથી તબીબોમાં નારાજગી ફેલાય છે. નિયમોને સરળ બનાવવાની માંગ તબીબો કરી રહયાં છે અને તેમની માંગણી સંદર્ભમાં રેલી યોજી હતી. મોટાભાગની હોસ્પિટલોના સી ફોર્મ રિન્યુઅલ કરવાની અવધિ પૂર્ણ થવા આવી છે તેથી કોઇ રસ્તો કાઢવામાં આવે તેવી તબીબોની માંગણી છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય કાર્યવાહી નહી કરે તો હોસ્પિટલો બંધ કરી દેવાની ચીમકી પણ એસોસીએશને આપી છે.

Next Story