Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિશ્વના સૌથી ઊંચા મંદિરનું કરાશે નિર્માણ, માઁ ઉમિયા મંદિરે રૂ. 11 લાખમાં બનાવો પોતાના નામનો પિલર

અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ : વિશ્વના સૌથી ઊંચા મંદિરનું કરાશે નિર્માણ, માઁ ઉમિયા મંદિરે રૂ. 11 લાખમાં બનાવો પોતાના નામનો પિલર
X

અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જાસપુર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા જગત જનની માઁ ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિરનો ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયો છે, ત્યારે માઁ ઉમિયા મંદિરે પોતાના નામનો પિલર બનાવવા રૂ. 11 લાખનું અનુદાન આપવાનું રહેશે, જેમાં અત્યારસુધીમાં 401 ભક્તો જોડાઈ ચૂક્યા છે.

અમદાવાદ શહેરના વૈષ્ણવદેવી સર્કલ નજીક જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું માઁ ઉમિયા મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિર કુલ 1440 પીલરો પર તૈયાર થશે, જે ખૂબ મોટો રેકોર્ડ છે. આ પહેલા સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આશરે 800 પીલરો પર તૈયાર કરાય હતી, ત્યારે આ મંદિર 1440 પિલરો પર તૈયાર થશે. આ દરેક પિલર પર 11 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સૌથી ખાસ બાબત એ છે કે, વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઇપણ સમાજની વ્યક્તિ 11 લાખ રૂપિયાનું અનુદાન આપીને પોતાના નામથી અહી પિલર બનાવી શકે છે. જોકે, પિલર પર પોતાનું નામ રાખવાના ખાસ અભિયાનની શરૂઆત કર્યા બાદ આશરે 401 લોકો જોડાઇ ચૂક્યા છે. જેમાં પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજના કેટલાક લોકો અને કેટલાક NRI પણ સામેલ છે. મંદિરની 300 ફૂટની ઉંચાઈ પર વ્યૂઇંગ ગેલેરી પણ બનાવાશે, ત્યાંથી પૂર્ણ અમદાવાદ શહેને નિહાળી શકાશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર બાદ વર્ષ 2026માં આ મંદિરમાં માતાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

Next Story