Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વ્યાજખોરોનો આતંક ભૂતકાળ બની જશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો દાવો

અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: વ્યાજખોરોનો આતંક ભૂતકાળ બની જશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો દાવો
X

અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના પ્રમાણે ડોમ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા

રાજયમાં ગૃહ વિહાગના આદેશ બાદ ઠેર ઠેર લોક દરબાર યોજી વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત અમદાવાદમાં લોક દરબારનું આયોજન કરવાં આવ્યું હતું.અમદાવાદ પોલીસ દ્વારા જે તે વિસ્તારના ડીસીપી તથા સ્થાનિક પીઆઇને આ લોક દરબારમાં હાજર રખાયા હતા.આ કાર્યક્રમમાં પોલીસને વ્યાજખોરો સામે 150 જેટલી રજૂઆતો મળી હતી.પોલીસ દ્વારા મળેલી રજૂઆતને ધ્યાનમાં રાખી તેને ખરાઈ કરી જો યોગ્ય લાગશે, તો વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવશે.લોક દરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા.દરેક ઝોનમાં વ્યાજખોરો વિરુદ્ધમાં રજૂઆત કરવા આવેલા લોકો સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાના વેપારીઓથી લઈને ઘણી વખત મોટા બિઝનેસમેન પણ વ્યાજના ચક્કરમાં પરેશાન થઈ જતા હોય છે. વ્યાજખોરોના આતંકથી તમામ ખેડૂતોને મુક્ત કરાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે, જેને પગલે હવે વ્યાજખોરોનો આતંક એ ભૂતકાળ બની જશે.

Next Story