અમદાવાદ : ઘરફોડ ચોરી કરતી ટોળકી ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાય, રૂ. 69 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરમાં થયેલી વિવિધ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ.

New Update
અમદાવાદ : ઘરફોડ ચોરી કરતી ટોળકી ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાય, રૂ. 69 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ઘરફોડ ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે. જેમાં પોલીસે 17 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી રૂપિયા 69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદમાં તાજેતરમાં જ થયેલ વાડજ-ઉસ્માનપુરામાં આવેલ પંચશીલ સોસાયટીમાં 70 લાખની ચોરી થઈ હતી. જેમાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેઓ વિરુદ્ધ આગાઉ પણ પાસા થયેલ છે.

અમદાવાદ પોલીસ ગિરફ્તમાં આવેલ આરોપી કિરણ ઉર્ફે હોઠાળો, વિજય દંતાણી અને જયેશ દાતનીયા ઉર્ફે બડીયોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો દિવસ દરમ્યાન રેકી કરીને બંધ મકાન જણાય ત્યા ચોરી કરતા હતા. આરોપીઓ રાત્રે મકાનની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપતા હતા. તો સાથે જ આરોપીઓ પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા. પોલીસે 17 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી રૂપિયા 69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories