અમદાવાદ: આ વાનગીઓ તમે લગાડશે ચટાકો, જુઓ અનોખો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ

સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસરાતી વાનગીઓ રજૂ કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચી રહ્યા છે

New Update
અમદાવાદ: આ વાનગીઓ તમે લગાડશે ચટાકો, જુઓ અનોખો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ

અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસરાતી વાનગીઓ રજૂ કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચી રહ્યા છે

અમદાવાદના અંધજનમંડળની પાછળ આવેલા મેદાનમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ફિંડલાની ખીર, રાગીનો શીરો, કાશ્મીરી ક્હાવા સહિત અનેક વાનગીઓનો સ્વાદ લોકો માણી રહ્યા છે. સાત્ત્વિક અને વિસરાતી આ વાનગીઓ ખૂબ જ લાભદાયક છે,સાથે જ આપણી સંસ્કૃતિ અને જીવન એમ બન્નેને પોષક છે.આ ફૂડ ફેસ્ટિવલમાં આવખતે નાગાલેન્ડ, સિક્કિમ અને હિમાલયના વિસ્તારની વાનગી પણ જોવા મળી રહી છે.

ફૂડ ફેસ્ટિવલમાં બહારના રાજયોમાંથી આવનાર લોકો કહે છે કે અહી સંસ્કૃતિ અને ફેસ્ટિવલ સાથે લોકો જોડાઈ રહ્યા છે આ ફેસ્ટિવલ છેલ્લા ૧૫ વરસથી યોજવામાં આવે છે.જો અહી વાનગીઓની યાદીમાં જોઈએ તો રાગીના ઢોકળા,ડાંગી થાળી,કાશ્મીરી થાળી, સિક્કિમ થાળી,નાગાલેન્ડ થાળી, ખીચડીના લોલીપોપ, કારેલાનું સૂપ, પોટલી ઢોકળી, રાગીનો રગડો, રાગીની રાબ, મિક્સ મિલેટ ભાજીના પાત્રા, મકાઈની થુલી, મહુડાના લાડુ, મહુડાની લાપસી સહિતની વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે

Latest Stories