Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગ્રાહકોના ખિસ્સા કપાતા રોકવા પોલીસ બની ચોર, જુઓ શું છે ઘટના

અમદાવાદના લાલ દરવાજા તથા ભદ્ર વિસ્તારના બજારોમાં ખિસ્સા કાતરૂ ટોળકી સક્રિય બની છે. બીજી તરફ પોલીસની ટીમો પણ બજારમાં પેટ્રોલિંગ કરી રહી છે

X

દિવાળીના પર્વ પહેલાં અમદાવાદના લાલ દરવાજા તથા ભદ્ર વિસ્તારના બજારોમાં ખિસ્સા કાતરૂ ટોળકી સક્રિય બની છે. બીજી તરફ પોલીસની ટીમો પણ બજારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેત રહેવા સુચના આપી રહી છે...

દિવાળીના તહેવારોની સિઝન શરૂ થતાં બજારોમાં ખરીદી કરવા જતા લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દિવાળીનાં તહેવાર પહેલા અમદાવાદમાં સૌથી પ્રખ્યાત લાલ દરવાજાના ભદ્ર બજારમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યાં છે. તેવામાં ખરીદી કરતી સમયે કિંમતી ચીજ વસ્તુઓ અને મોબાઈલની ચોરીને અટકાવવા પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. કારંજ પોલીસના જવાનો બજારોમાં ખુદ ચોર બનીને ફરી રહયાં છે અને તેઓ ગ્રાહકોના પાકીટની તફડંચી કરી રહયાં છે. આમ કરવા પાછળ તેમનો આશય લોકોને ખિસ્સાકાતરૂઓ કેવી રીતે કસબ અજમાવે છે તે બતાવવાનો છે...

અમદાવાદની વાત કરવામાં આવે તો લાલ દરવાજા, ભદ્ર ઉપરાંત ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પાંચ દરવાજા ખાતે પણ ગ્રાહકોની ભીડ જામી રહી છે. ગત વર્ષે કોરોનાનાં કારણે આ બજારમાં એકલ દોલક ખરીદદારો જોવા મળતા હતા જ્યારે આ વખતે બજારમાં જનમેદની ઉમટી રહી છે. ખરીદી કરવા માટે આવતાં લોકોની બેદરકારીનો લાભ ગઠિયાઓ અને ખિસ્સાકાતરૂઓ ઉઠાવી જતાં હોય છે. કારંજ પોલીસે બજારમાં શી ટીમ સાથે રાખીને લોકો કેટલી બેદરકારી રાખે છે તેનું ચેકિંગ હાથ ધર્યુ હતું અને અલગ અલગ મહિલાઓનાં બેગ, પાકિટ સહિતનાં સામાનની કઈ રીતે ચોરી થાય છે તેનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું.

પોલીસે અલગ અલગ જગ્યાઓ પર જઈને ખરીદીમાં મસ્ત મહિલાઓનાં સામાનની ચોરી કરી હતી અને બાદમાં તેઓને તકેદારી રાખવા સમજણ આપી હતી. વધુમાં ખરીદી સમયે મશગુલ વાલીઓ પાસેથી પોલીસ બાળકોને લઇ ગઇ હતી છતાં વાલીઓને ખબર સુધ્ધા પડી ન હતી. પોલીસ અલગ અલગ ચેક પોઈન્ટ બનાવીને આ પ્રવૃતિ અટકાવવા પ્રયાસ કરે છે પરંતુ ચોરીને અટકાવવા લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે..

Next Story