અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમ્યાન આ વસ્તુ બચાવી શકે છે તમારો જીવ

ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે.

New Update
અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમ્યાન આ વસ્તુ બચાવી શકે છે તમારો જીવ

દર વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલા પતંગની ધારદાર દોરીથી વાહન ચાલકોના ગળા કપાતા હોવાની ઘટનાઓ સામે આવી છે જેને પગલે બાઇક ચાલકોને રક્ષણ મળે તે માટે સેફટી સ્ટેન્ડ લગાવતા નજરે પડી રહ્યા છે

ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે. ગત વર્ષે અમદાવાદમાં પતંગની ધારદાર દોરીથી ગળુ કપાઇ જવાના અનેક બનાવ બન્યા હતા. જેથી સાવચેતી એ જ સલામતીને અનુસરી લોકોએ તકેદારીના પગલાં લેવા જરૂરી છે.ઉતરાયણના તહેવારમાં કપાયેલી પતંગોની દોરી અનેક લોકો માટે જીવલેણ બનતી હોય છે. વાહન લઇને બહાર નીકળો ત્યારે ગળામાં કાપડનો મોટો ટુકડો રાખવો પણ હિતાવહ રહે છે ત્યારે થોડી તકેદારી આપણને તથા આપણા પરિવારને સલામત રાખી શકે છે.આ તરફ પોલીસ દ્વારા પણ વાહનચાલકોને સેફ્ટી ગાર્ડનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉત્તરાયણના તહેવારો દરમ્યાન બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવું અત્યંત જરૂરી છે

Latest Stories