/connect-gujarat/media/post_banners/e3b2be3c921ed300647ebf46c63a4e91408d21ad48bccbbc7b788ee011282819.jpg)
રાજયમાં આઠ એફએમ રેડીયો સ્ટેશન ધરાવતું ટોપ એફએમ તરફથી ટોપ મ્યુઝીક એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 21 કેટેગરીમાં આગામી તારીખ 16મી જાન્યુઆરીના રોજ એવોર્ડ ફંકશન યોજવામાં આવશે. ગુજરાતના અગ્રણી રેડીયો સ્ટેશન ટોપ એફએમ દ્વારા પ્રથમ વખત ગુજરાતી ગીત સંગીત માટે 'ટોપ મ્યુઝિક એવોર્ડ' આપવામાં આવશે. ગુજરાતી મ્યુઝિક માટે અત્યાર સુધી એક પણ એવોર્ડ ન હતાં. પરંતુ ગુજરાતમાં આઠ સ્ટેશન ધરાવતાં ટોપ એફએમ દ્વારા આ શરૂઆત કરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે ટોપ એફએમના નેશનલ હેડ નિરજ મેકવાને આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કુલ 21 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે જેમાં ફિલ્મી મ્યુઝીક અને ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિકનો સમાવેશ થશે. ટોપ મ્યુઝિક એવોર્ડની જ્યુરીમાં તુષાર શુક્લ, અનિકેત ખાંડેકર, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ અને પ્રિયા સરૈયા રહેશે.