Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એક જ ઝાટકે 1400થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલી,પોલીસ બેડામાં ફફડાટ

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે.

અમદાવાદ: એક જ ઝાટકે 1400થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલી,પોલીસ બેડામાં ફફડાટ
X

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે, શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી નાખી છે. કમિશનરના હુકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે.

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દૌર ચાલ્યો છે, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશનરે કરેલી બદલીઓથી પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે ગઈકાલે એક પરિપત્ર કરીને શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યો છે. તેમણે શહેરમાં કોઈપણ પોલીસકર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વર્તશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે એવી પણ પરિપત્રમાં જાણ કરી હતી

Next Story