Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગોવાના કસીનોમાં હારી જતાં બેન્કના પટાવાળાએ જ કરાવી બેન્કમાં ચોરી, 2 આરોપીની ધરપકડ..

કાલુપુરની વિજય કો.ઓ.બેન્કમાં રૂ. 9 લાખની ચોરી ચોરી કરનાર બેન્કનો પટાવાળો હોવાનું બહાર આવ્યું

X

અમદાવાદ પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બન્ને આરોપીઓને ધ્યાનથી જુઓ. આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધી. પકડાયેલા બન્ને આરોપીઓને બેન્ક ચોરીના ગુનામાં ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી વિમલ પટેલ બેન્કમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો અને તે જુગાર રમવાનો શોખીન હતો. જેથી ગોવામાં કસીનોમાં જુગાર રમતા હારી જતાં તેમાં દેવું કરી ચૂક્યો હતો.

દેવું ચૂકવવા માટે બેન્ક ચોરીનો પ્લાન બનાવી કાલુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેન્કમાં ચોરી કરી હતી. પરંતુ પોતે ચોરી કરવા જાય તો પકડાય જવાની બીક રહેતી હોવાથી વિમલે જાવીદ સંધીને પોતાના પ્લાનમાં સામેલ કર્યો. વિમલે બેન્કમાં હથોડી અને ચાવીઓ પણ જાવીદને આપી હતી. એટલું જ નહીં, જાવીદ પકડાય નહીં તે માટે વિમલે ચાલાકી વાપરી અગાઉથી જ CCTV પણ બંધ કરી દીધા હતા. જોકે, ચોરીને અંજામ આપનાર બન્ને ઇસમો પોલીસના હાથે ઝડપાય ગયા છે.

આરોપીઓ પાસેથી પોલીસે રોકડ 2 લાખ રૂપિયા જપ્ત કર્યા છે, જ્યારે કેટલાક રૂપિયા અન્ય મહિલા મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. પરંતુ આ ઘટનામાં એ વાત નક્કી છે કે, આરોપીઓ ગોવાના કસીનોમાં હારી જતા અને મહિલા મિત્રના સંપર્કમાં આવી મોટું સ્પા સેન્ટર ખોલવાના ઈરાદે આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.

Next Story