Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યુ કેસમાં બે એજન્ટની ધરપકડ

કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

X

કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના કલોલ ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૨ એજન્ટોની ધરપકડ કરી છે. જેમાં ભાવેશ પટેલ અને યોગેશ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે, 1 વર્ષ અગાઉ ડીંગુચા ના પરિવારે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો કર્યો પ્રયાસ હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતું. આ તરફ અગાઉ ડીંગુચા ગામ ના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચે હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, ડીંગુચા નો પરિવાર પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, વિનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવાર ને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

Next Story