Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, અનેકોને બતાવ્યો હતો પોલીસનો ડર...

બન્ને ઇસમોની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે.

X

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. નકલી પોલીસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે, અને બાદમાં પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજ નજીકથી નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસ દ્વારા 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. જેઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ મચાવી હતી. દ્રશ્યોમાં દેખાતા આ 2 ઇસમોના નામ છે, હમીદખાન પઠાણ અને અવેશખાન પઠાણ. જે બન્ને રખિયાલ વિસ્તારમાં રહે છે..

આ બન્ને ઇસમોની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને "કેમ આ સમયે બહાર નીકળ્યો છે ?" કહીને રોક્યો અને બાદમાં ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે 500 રૂ. જ હોવાનું કહેતા તેને અન્ય કોઈ પાસેથી ઓનલાઇન 3 હજાર રૂપિયા ગૂગલ-પેથી મંગાવ્યા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે, ત્યારે તાજેતરમાં નરોડા પોલીસે એક હોમગાર્ડ અને એક પોલીસકર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં પણ ધરપકડ કરાય હતી.

Next Story